સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના દરેક નાના બાળકોના માતા પિતા જરૂર વાંચજો. સુરત શહેરમાં સાડા ત્રણ વર્ષના અને અઢી વર્ષના બાળકનું બીમારીના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર એક બાળક ઠંડુ પડી ગયું હતું અને બીજા બાળકને ઉલટીઓ થવા લાગી હતી.
જેથી બંને બાળકોના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોત પોતાના દીકરાને લઈને આવ્યા હતા. પરંતુ તે પહેલા તો બંને બાળકોનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર મૂળ બિહારના અને પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહેતા રાજેશભાઈ શાહ છેલ્લા દસ વર્ષથી સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે.
તેઓ ડાઇંગ મિલમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરીઓ અને એક નાનો દીકરો છે. રાત્રિના સમયે અચાનક જ રાજેશભાઈના દીકરાને ઉલટી થવાનું શરૂ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રાજેશભાઈના દીકરા લક્કીને ચારથી પાંચ વાર ઉલટી થઈ હતી. તે અચાનક જ બીમાર પડી ગયો હતો.
સવારે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે રસ્તામાંથી બેભાન થઈ ગયો હતો. જ્યારે પરિવારના સભ્યો બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અહીં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના એકના એક કુળદીપકનું મોત થતા માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
બીજી ઘટના વિશે વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં આવેલ ભક્તિનગરમાં સુનિલ કુમાર નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને પણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. તેમના સાડા ત્રણ વર્ષના દીકરાની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ સાડા ત્રણ વર્ષનો દીકરો ઠંડી પડી ગયો હતો. જેથી પરિવારના સભ્યો દીકરાને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ બે બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment