અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં પૈસાવાળા બાપની નકામી ઓલાદના કારણે 9 માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક ઝડપી જેગુઆર કારે ઘણા લોકોને અડફેટેમાં લીધા હતા.
આ અકસ્માતની ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને જાણવા મળી રહ્યું છે કે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં સુરેન્દ્રનગરના બે મિત્રોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો અમદાવાદ અભ્યાસ કરવા માટે આવ્યા હતા.
રાત્રિના સમયે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક અકસ્માતની ઘટના બની હતી. ત્યારે આ બંને મિત્રો પણ ત્યાં હાજર હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારની અડફેટેમાં બંને મિત્રો આવી ગયા હતા અને બંનેનું મોત થયું હતું. આજરોજ બંનેના અંતિમ સંસ્કાર મોડી સાંજે કરવામાં આવશે.
હાલમાં તો મૃત્યુ પામેલા બંને યુવકોના પરિવારજનો અમદાવાદ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા છે. આ પૈસા વાળા બાપની નકામી ઓલાદના કારણે નવ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા બે મિત્રોમાંથી એકનું નામ અરમાન વઢવાણિયા હતું અને બીજાનું નામ અમન કચ્છી હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે અકસ્માતની ઘટના બન્યા બાદ પબ્લિકે કારચાલક યુવકને પકડી પાડ્યો હતો અને પછી તેની બરાબરની ધુલાઈ કરી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે.
બુધવારના રોજ મોડી રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. અત્યાર સુધીમાં અમદાવાદની સૌથી મોટી અકસ્માતની ઘટના માનવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે કારચાલક યુવક 160 થી સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment