સાબરકાંઠામાં અચાનક જ હાર્ટ એટેક આવતા ઘરના મોભીનું કરુણ મોત…પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે અથવા તો જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થયા છે.

ત્યારે સાબરકાંઠામાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડ ગામમાં એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિષ્ણુભાઈ રાવળ હતું.

વિષ્ણુભાઈ રાવળ નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. એક ઘટના સાબરકાંઠામાં બની હતી.

જ્યારે બીજી ઘટના પાટણમાં બની છે. આ ઘટનામાં વહેલી સવારે બાથરૂમમાં ન્હાવા જતા વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજુભાઈ પ્રજાપતિ હતું અને તેમની ઉંમર 56 વર્ષની હતી. આ ઘટના બનતા તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*