કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ભાજપના નેતા, તેમના ભાઈ અને પિતાનું કરુણ મોત… એક સાથે પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું….

હાલમાં બનેલી વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બીજેપીના નેતા, તેમના મોટાભાઈ અને તેમના પિતાનું મોત થયું હતું. જ્યારે તેમના બે દીકરાઓ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના આજરોજ 3:00 વાગ્યાની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પાટણના રહેવાસી સંદીપ અગ્રવાલ નામના ભાજપના નેતા ગલ્લાનો વેપાર કરતાં હતા. તેઓ કરેલીથી પોતાના પરિવાર સાથે કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા પ્રકાશ તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ભાજપના નેતા સંદીપ અગ્રવાલ અને તેમના મોટાભાઈ સંજય અગ્રવાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

જ્યારે આ અકસ્માતની ઘટનામાં સંદીપ અગ્રવાલના પિતા ઓમકાર પ્રસાદ અગ્રવાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં કારમાં સવારે યસ અને હની નામના બાળક ઇજાગ્રસ્ત થયા છે.

આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.

પિતા અને બંને દીકરાઓનું એકસાથે મોત થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દે કે ભાજપના નેતા સંદીપ અગ્રવાલ ત્રણ ભાઈઓ હતા. જેમાંથી સૌથી મોટાભાઈ વિજય અગ્રવાલનું કોરોનાની મહામારી દરમિયાન અવસાન થયું હતું. ત્યારે હવે અકસ્માતમાં સંદીપ અગ્રવાલ અને તેમના મોટાભાઈ સંજયભાઈનું મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*