ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વલસાડમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. વલસાડમાં નિવૃત્ત તલાટીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
જાણવા મળી રહ્યું છે કે, વલસાડ તાલુકાના સોનવાડા પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત તલાટી તેમના ઘરમાં પૂજા કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વલસાડ તાલુકાના સોનવાડા ફળિયામાં રહેતા 60 વર્ષના નિવૃત્ત તલાટી લાલાભાઇ જોગીભાઈ પટેલ નામના વ્યક્તિ પોતાના ઘરમાં મંદિરમાં ભગવાનની પૂજા કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ અચાનક જ તેઓ જમીને પરે ઢળી પડ્યા હતા. એટલે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જણાવ્યું કે તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનાના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment