સ્કૂલ બસ અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મીની બસ અને બાઈક વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બહેનનું ભાઈની નજર સામે કરુણ મોત થયું હતું.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનામાં ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ટક્કર થયા બાદ બસ ચાલ બાઈક સુધી રોડ પર ઘસડીને દૂર લઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના સિકરમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સ્કૂલની મીની બસ અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 17 વર્ષની મનીષા નામની યુવતીનું મોત થયું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં મનીષાનો 21 વર્ષનો ભાઈ મનોજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા મનોજને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મૃત્યુ પામેલી મનીષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મનીષાના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભાઈ બહેન બાઈક લઈને પોતાના ઘરેથી ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*