ચોરીની તપાસ કરવા ગયેલા RPF કોન્સ્ટેબલનું ટ્રેનની અડફેટેમાં આવતા થયું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 6:11 pm, Wed, 2 February 22

નવસારીના રેલ્વે પ્રોટેકશન ફોર્સ માં ફરજ બજાવતા 37 વર્ષીય જવાન હર્ષદ પટેલનું ગઈકાલે ટ્રેનની અડફેટેમાં આવતા મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 8.30 વાગે વેડછા ગામ પાસે રેલવે ટ્રેક પર ચોરી અંગે તપાસ કરવા ગયા હતા.

આ દરમિયાન ટ્રેક પર આવી રહેલી કિસાન સ્પેશિયલ ટ્રેન ભાઈને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બન્યા બાદ રેલવેના પાયલોટે આ ઘટનાની જાણ નવસારી રેલવે સ્ટેશન પર કરી હતી.

મળતી માહિતી અનુસાર હર્ષદભાઈ ના મૃત્યુના કારણે બે બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલા હર્ષદભાઈ ના પરિવારમાં તેમની પત્ની અને એક 13 વર્ષનો અને એક 7 વર્ષનો પુત્ર છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હર્ષદભાઈ 16 વર્ષથી RPF નોકરી કરતા હતા. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં અફરાતફરી મચી ગઇ હતી. આ ધટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા.

ત્યારબાદ આ ઘટનાની જાણ હર્ષદભાઈ ના પરિવારજનોને કરવામાં આવી હતી. પરિવાર ની જાણ કરતા હર્ષદભાઈ ના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટના બનતા જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોરીની તપાસ કરવા ગયેલા RPF કોન્સ્ટેબલનું ટ્રેનની અડફેટેમાં આવતા થયું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*