સુરેન્દ્રનગરમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં તાલુકાના મેથાણા ગામ નજીક તળાવડીમાં ચાર બાળકીઓ સહિત પાંચના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે. આ દર્દનાક ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર બાળકીઓ અને બાળકો આ જ બપોરે તળાવડીમાં નહાવા માટે પડ્યા હતા. ત્યારબાદ તમામ લાપતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર એક બાળકીના પિતા તળાવની આસપાસ તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને તળાવમાં મૃતદેહ દેખાયું હતું. ત્યારબાદ તળાવમાં શોધખોળ કરવામાં આવી હતી.
આ દરમિયાન તળાવમાંથી એક પછી એક પાંચ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બધા જ મૃતકોના પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં ચાર દીકરીઓ અને એક દીકરાનું મૃત્યુ થયું છે. એક સાથે પાંચ બાળકોના મૃત્યુ થતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના બનતા જ સ્થાનિક લોકોએ તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ, ફાયર વિભાગની ટીમ અને તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તમામ બાળકોના મૃતદેહને તળાવડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે પાંચ બાળકોના મૃત્યુ સમાચાર સમગ્ર પથકમાં વાયુવેગે ફેલાઈ રહ્યા છે.
જેના કારણે સમગ્ર પથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો રોજ તળાવમાં નાહવા માટે જતા હતા. દરરોજની જેમ આજે પણ ચાર બાળકીઓ અને એક બાળક તળાવમાં નાહવા માટે ગયો હતા. ત્યારે અચાનક એવું તો શું બન્યું કે પાંચે બાળકો તળાવમાં ડૂબી ગયા હતા.
જેમના કારણે તેમના કારણ મૃત્યુની પછી આ છે. એક જ ગામમાંથી પાંચ બાળકોની અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું હતું. આ ઘટનામાં 5 વર્ષીય પ્રિયંકા પારસીંગભાઈ, 7 વર્ષીય દિનકી પારસીંગભાઈ, 10 વર્ષીય અલ્કેશ પારસીંગભાઈ, 9 વર્ષીય લક્ષ્મી પ્રતાપભાઈ અને 7 વર્ષીય સંજલા પ્રતાપભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment