હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો…! તળાવમાં ડૂબી જવાના કારણે ભાઈ અને બહેનનું એક સાથે રિબાઈ રિબાઈને કરુણ મોત…

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગણપતિ વિસર્જનના દિવસે બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે ભાઈ-બહેનનું મોત થયું છે.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ભાઈ-બહેનનું એક સાથે મોત થતા તેમના પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ આપણે મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રિતેશ હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી બહેનનું નામ રોશની હતું અને તેની ઉંમર 11 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગણેશ વિસર્જનના દિવસે બપોરે 1:00 વાગ્યાની આસપાસ પ્રિતેશ અને તેની બહેન પાણીથી ભરેલા તળાવમાં લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તરવૈયાઓ એ તળાવમાં કૂદીને બંને બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. પછી બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો બંનેના મોત થઈ ગયા હતા. એક જ પરિવારના બે બાળકોના મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ અમદાવાદ મજૂરી કરવા ગયેલા પ્રિતેશ અને રોશનીના માતા પિતાને કરવામાં આવી હતી. બાળકના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*