સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક બાંધકામ સાઈડ પર બાળકીનું અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. ત્યારબાદ પરિવારના સભ્યોએ દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. પછી અંતે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ કરી આપી.
લગભગ 15 કલાક બાદ આખરે દીકરીનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. એકની એક દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત, 22 વર્ષના કાજુભાઈ કનુભાઈ વહનીયા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇડમાં પોતાના પરિવાર સાથે રહે છે.
તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરાઓ અને એક દીકરી ઉર્વશી છે. આ પરિવાર કડિયા કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેઓ છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં રોજગારી માટે રહે છે. વિગતવાર વાત કરીએ તો જહાંગીરપુરા વિસ્તારમાં ગઈકાલે બપોરે માસુમ ઉર્વશી પોતાના બે ભાઈઓ સાથે બાંધકામ સાઈડ પર રમી રહી હતી.
આ દરમિયાન ત્રણ વાગ્યા બાદ ઉર્વશી મળતી ન હતી. એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ પરિવારના સભ્યોએ સાંજના સમયે આ વાતની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ગુમ થયેલી બાળકીની શોધ કોણે શરૂ કરી દેવામાં આવી હતી.
ત્યારે આજરોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ પોલીસને બાંધકામ સાઇડની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાળકીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. એકની એક દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment