હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો એક એન્જિનિયરના મોતનો છે. આ ઘટનામાં 18 જુલાઈના રોજ છાપરા પરથી એક એન્જિનિયર ઉપરથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉપરથી નીચે પડ્યા બાદ એન્જિનિયર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર મનીષ નામનો એન્જિનિયર મંગળવારના રોજ હોલકર સાયન્સ કોલેજમાં ગયો હતો. કારણ કે કોલેજમાં આવેલી લાઇબ્રેરીના છાપરા વરસાદના કારણે બદલવાના હતા. છાપરા બદલવાનું કોન્ટ્રાક્ટનું કામ મનીષને મળ્યું હતું.
છાપરા ઉપરથી નીચે પડતા એન્જિનિયરનું કરુણ મોત,બે બાળકો બાપ વગરના થઈ ગયા… જુઓ મોતનો LIVE વિડિયો… pic.twitter.com/uHN9JeAW7A
— GUJJU ROCKZ (@gujju_rockz) July 20, 2023
આ દરમિયાન છાપરા બદલતી વખતે મનીષનો પગ લપસ્યો હતો અને તે ઉપરથી સીધો નીચે પડેલા ટેબલ પર પડ્યો હતો અને ત્યાંથી તે જમીન પર પટકાયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકો મનીષને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મનીષની તપાસ કરી આબાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા મનીષ ની ઉંમર 31 વર્ષની હતી. મનીષના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મનીષના મોતના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મનીષના મોતના સમાચાર મળ્યા બાદ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment