સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં એક યુવક પોતાના ઘરની સીડી ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે સીડી માંથી નીચે પડ્યો હતો. આ કારણસર યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં પાંચ દિવસની સારવાર બાદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશનગરમાં 40 વર્ષનો સુનીલ શાંતિલાલ વસાવા નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.
સુનિલ ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો. બંને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. 21 ઓગસ્ટના રોજ સુનિલ ઘરેથી નીકળતો હતો. આ દરમિયાન અચાનક જ તે ઘરની સીડી ઉતરતી વખતે નીચે પડ્યો હતો. નીચે પડતા જ સુનિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સુનિલને તેની પત્ની તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.
આ ઘટનામાં સુનિલના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત તેના માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ સુનિલે પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. આ કારણોસર તેનું મોત થયું છે.
ઘટનાની માહિતી મળતા જ પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. પછી પત્નીનું નિવેદન લઈને સુનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment