સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન જીઆઇડીસી ખાતેના ડાયમંડ પાર્કમાં આવેલી શ્રીકૃષ્ણ સ્ટીલ કંપનીમાં કામ કરતા એક કર્મચારીનું કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની સાઈડ પર લાઈટનું કામકાજ કરવા જતા કર્મચારીને કરંટ લાગ્યો હતો.
કરંટ લાગ્યા બાદ કર્મચારી ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ એ 30 ફૂટ ઊંચા પતરા ઉપરથી યુવકને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુવકનું મોત થતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉપરાંત યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર બાદ કર્યો હતો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 30 વર્ષની હતી અને તેનું નામ રામદાસ હતું.
તે સુરતના સચીન જીઆઇડીસી ના કનકપૂર ખાતે આવેલા વીર નર્મદા હાઈટ્સ માં રહેતો હતો. રામદાસ વાયરીંગનું કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર રામદાસ ડાયમંડ પાર્ક ખાતે નવી બની રહેલી ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં વાયરીંગનું કામ કરી રહ્યું હતું. મોડી રાત સુધી વાયરીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વાયરીંગનું કામ કરતી વખતે અચાનક જ રામદાસને જોરદાર કરંટ લાગ્યો હતો, એટલે તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આ ઘટના બનતા જ ત્યાં હાજર અન્ય કર્મચારીઓ ખૂબ જ ડરી ગયા હતા. પછી તેમને આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે ખૂબ જ સાવધાની પૂર્વક યુવકને પત્ર ઉપરથી નીચે ઉતાર્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામદાસનું મોત થયું હતું. રામદાસના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રામદાસ ની પત્નીએ એક જ મહિના પહેલા બે જોડવા બાળકોને જન્મ આપ્યા હતા. બાળકો સરખું પપ્પા બોલતા શીખે તે પહેલા તો બંને પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment