ચાલતી બાઈક પર અચાનક ઝાડ પડતા, બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 10:30 am, Tue, 1 February 22

અલવરમાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આ ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર અહી રોડ પરથી જઇ રહેલા એક યુવક પર અચાનક બહાર પડયું હતું. આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના સ્થળે ઝાડ કાપવામાં આવી રહ્યું હતું. તે જ સમયે યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ તેના પર ઝાડ પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ બપોરના સમયે બની હતી.

જ્યારે ઘટના બની ત્યારે બાઇક પર બે યુવકો સવાર હતા. જેમાંથી એક યુવાનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે એક અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર ઘટના સ્થળે ગેરકાયદેસર રીતે ઝાડ કાપવાની કામગીરી શરૂ હતી. ઝાડ કાપી રહેલા લોકોને નીચેથી પસાર થઈ રહેલા લોકોની કોઈ પણ પરવા ન હતી.

જ્યારે ઝાડ કાપી રહ્યા હતા ત્યારે એક બાઈક પર પસાર થઇ રહેલા બે યુવકો પર ઝાડ પડ્યું હતું. જેમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને પાછળ બેઠેલા યુવકને મચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ પીકઅપ વાહન દ્વારા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં જગદીશ યોગી નામના યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 28 વર્ષની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચાલતી બાઈક પર અચાનક ઝાડ પડતા, બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*