ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે યુવાનોમાં મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. અત્યાર સુધીમાં હાર્ટ એટેક આવવાના કારણે ઘણા નાની ઉંમરના યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શનિવારના રોજ દાહોદ જિલ્લામાં હાર્ટ એટેક આવવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એમ્ફી થિયેટરમાં નાટકનું આયોજન કરાવાયુ હતું. આ નાટકમાં બોમ્બે ખાતે રહેતો 39 વર્ષનો ભાસ્કર ભોજક નાટક ભજવવા માટે આવ્યો હતો.
દાહોદ ખાતે યોજાયેલા બે અઢી ખીચડી કઢી નામના નાટકમાં પાત્ર ભજવવા માટે ભાસ્કર બોમ્બેથી દાહોદ આવ્યો હતો. નાટક પૂર્ણ થયા બાદ અચાનક જ ભાસ્કરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં હાજર રહે ડોક્ટર દ્વારા ભાસ્કરની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ તેના પરિવાર પર દુઃખનો પહાડે તૂટે પડ્યો હતો. ઉપરાંત ભાસ્કરના સાથી કલાકારોમાં પણ માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો ભાસ્કર ગુજરાતી નાટકમાં જાણીતો કલાકાર હતો. ભાસ્કરે ઘણા નાટકો ઉપરાંત ઘણી સિરીયલોમાં પણ અભિનય કર્યો છે. તેવામાં ભાસ્કરનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડી તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment