આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. સુરતમાં વેલંજા નજીક આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
યુવકનો મૃતદેહ બહાર કાઢતા કમર પર દોરડું બાંધેલું હતું, જેથી પરિવાર દ્વારા યુવકના મોતને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી છે. મૂળ વીજાનેરનો રહેવાસી 40 વર્ષીય હમીરસિંહ હેમદસિંહ ગોહિલ કાપોદ્રા ખાતે આવેલી રામ રાજ્ય સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે, જે બે મહિના પહેલા જ વતન થી સુરત આવ્યા છે.
હમીર એમ્બ્રોડરી નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે છેલ્લા દસ દિવસથી વેલેનજા ખાતે આવેલી દર્ગા પર રહેતો હતો. ગત રાત્રે ત્રણ જેટલા મિત્રો દર્ગા પર હાજર હતા અને માછલી પકડવા હમીર તળાવમાં ગયો હતો. તળાવમાં ગયો જ્યાં તે ડૂબી ગયો હતો, જેથી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર વિભાગના કાફલા એ તળાવમાંથી હમીરના મૃતદેહને રાત્રે બહાર કાઢ્યો હતો. પોલીસે પણ યુવકનું ડૂબી જતા મોત ને લઈને તપાસ હાથ ધરી છે. પરિવાર એ જણાવ્યું હતું કે એમને રાત્રે જાણ કરવામાં આવી હતી. હમીર નો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના કમર પર દોરડું બાંધેલું હતું.
જેથી પરિવારને અજુગતું થયું હોવાની આશંકા છે, આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હમીરના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment