ખેડામાં ધોરણ-10ની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ, આખું પરિવાર રડી પડ્યું…

Published on: 10:58 am, Tue, 5 April 22

હાલમાં ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ત્યારે એવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. આ કિસ્સો ખેડા જિલ્લાથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ અહીં પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થિનીની તબીયત અચાનક લથડી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ખેડા જિલ્લામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો.

એટલું જ નહીં પરંતુ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ બીમાર પડતા હોવાની ઘટનાઓ પણ જોવા મળી છે.  મળતી માહિતી અનુસાર ધોરણ 10 ના વિજ્ઞાન પ્રવાહના પેપરમાં લીંબાસી કેન્દ્રની નવચેતન હાઈસ્કૂલમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સ્નેહ કુમારની તબિયત ચાલુ પરીક્ષાએ બગડી હતી.

તેથી તેને સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ બજાવતા ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા ચારેબાજુ દુઃખ અને શોકની લાગણી છવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સ્નેહની તબિયત સારી ન હતી.

સ્નેહ કુમારની માતાએ સ્નેહની તબિયત અંગે પરીક્ષાખંડમાં સુપરવાઇઝર તથા શિક્ષકને જાણ કરી હતી. પરીક્ષા દરમિયાન દીકરાને લીંબુ શરબત ની જરૂર પડે તો આપવાની વાત કરી હતી. એકના એક પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ચાલુ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની બીમારી અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડામાં ધોરણ-10ની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ, આખું પરિવાર રડી પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*