ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં એક પછી એક વ્યક્તિઓના હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત અને રાજકોટમાં હાર્ટ એટેકના બનાવો વધારે પડતા જોવા મળી રહ્યા છે.
ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક હાર્ટ એટેક ની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વેસુમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જયરામભાઈ ચીમકાભાઇ શાહુ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. એવો મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર વતનમાં રહે છે.
જાણવા મળી રહ્યું છે કે જયરાજભાઇ વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સવારે જ્યારે તેઓ પોતાની નોકરી પર હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો.
પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટર દ્વારા જયરાજ ભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ જયરાજ ભાઈના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment