ગાંધીનગરમાં પથરીના ઓપરેશન દરમિયાન એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ, મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં…

ગાંધીનગરમાં આવેલી આશકા હોસ્પિટલમાં પથરીના ઓપરેશન દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં પથરીના ઓપરેશન દરમિયાન 39 વર્ષીય એક વ્યકિતનું મૃત્યુ થયું છે.

મૃત્યુ થયા બાદ ગઈકાલે રાત્રે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ ડોકટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો. આટલું જ નહીં પરંતુ પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવાથી પણ ઇન્કાર કર્યો હતો. છેવટે પોલીસને હોસ્પિટલ દોડી આવવું પડ્યું હતું.

મળતી માહિતી અનુસાર કુડાસણ ખાતે રહેતા 35 વર્ષીય સુરેન્દ્રસિંહ હિંમતસિંહ ચૌહાણને પથરીના ઓપરેશન માટે આશકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રસિંહનું ઓપરેશન થયા બાદ ડોકટરની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું કરૂણ મૃત્યુ થયું હતું. તેવા મૃત્યુ પામેલા સુરેન્દ્રસિંહના પરિવારજનોના આક્ષેપ છે.

સુરેન્દ્રસિંહના મૃત્યુ બાદ રાત્રે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. સુરેન્દ્રસિંહ પરિવારજનોનું કહેવું છે કે, પથરીનું ઓપરેશન કરનાર ડો ગૌરાંગ વાઘેલાની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર 1.30 વાગે ઓપરેશન દરમિયાન થયું હતું.

જ્યારે સાંજે સાત વાગ્યાની આસપાસ હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રસિંહ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવી. પરિવારજનોનું કહેવું છે કે અમે પોલીસ ફરિયાદ કરી પરંતુ હજુ પોલીસે ફરિયાદ નોંધી નથી.

મળતી માહિતી અનુસાર પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો હોવાના કારણે મૃત્યુ પામેલા સુરેન્દ્રસિંહ મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત એફએલસીની મદદ પણ લેવામાં આવી છે. બંને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*