ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા દોઢ વર્ષના માસુમ બાળકનું કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

દરેક માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ઘરના આંગણામાં રમતા એક દોઢ વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે હસતા ખેલતા પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.

વાત કરીએ તો, દિયોદર ગોકુળનગરમાં ઘરના આંગણામાં રમતા દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો. આ કારણોસર તેનું મોત થયું હતું. બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

ત્યારબાદ પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા દોઢ વર્ષના બાળકનું નામ જેનીલ હતું અને જેનીલ પોતાના માતા-પિતા સાથે બર્થડે પાર્ટીમાં ગયો હતો.

અહીં જેનીલ દાડમ ખાઈ રહ્યો હતો. આ દરમિયાન દાડમનો દાણો તેના ગળામાં ફસાઈ ગયો હતો. એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પછી જેનીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જેનીલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર દોઢ વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*