ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક એવો જ કિસ્સો જેતપુરમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જન્માષ્ટમીના મેળામાં ચગડોળમાં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો.
ત્યારબાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. પછી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવતીને બેભાન સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ અંજનાબેન ભુપતભાઈ ગોંડલીયા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
અંજના જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની હતી. અંજના જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં ગઈ હતી. અહીં મેળા માટે વિવિધ રાઇડ્સમાં બેસીને મેળાની મજા માણી રહી હતી. જ્યારે અંજના ચકડોળમાં બેઠી હતી ત્યારે અચાનક જ તેને ચક્કર આવ્યા હતા.
ત્યાર પછી તે અચાનક જ બેભાન થઈ ગઈ હતી. યુવતીને બેભાન જોઈને આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પછી તાત્કાલિક યુવતીને સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને પછી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અંજનાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
ત્યારબાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. અચાનક જ દીકરીનું મોત થતા પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કેસ નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
જાણવા મળી રહ્યું છે કે અંજનાની થોડાક સમય પહેલા જ સગાઈ થઈ હતી. યુવતી તેના સાસરા પક્ષ સાથે જન્માષ્ટમીના મેળામાં ગઈ હતી. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment