ગોંડલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ગોંડલમાં બગીચામાં રમી રહેલા 5 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે બાળકનું કરુણ મોત થયું છે. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતાં જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ગોંડલમાં આવેલા SRP કેમ્પ સામે બગીચામાં બની હતી.
અહીં એક પાંચ વર્ષનો બાળક હીંચકા ખાઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તે હીચકા ઉપરથી નીચે પડી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. વિગતવાર વાત કરીએ તો રઘુવીર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ પરમારનો પાંચ વર્ષનો દીકરો જયવીરસિંહ ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ તેમના ઘરની સામે આવેલા બગીચામાં હીચકા ખાવા માટે ગયો હતો.
જયવીર સિંહ બગીચામાં હીચકા ખાવાની મજા માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે હીંચકા ઉપરથી નીચે પડ્યો હતો, આ કારણોસર તેના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. આ વાતની માહિતી મળતા જ જયવીરસિંહના પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સૌપ્રથમ ગોંડલની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરંતુ જયવીરસિંહને યોગ્ય સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતાં જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા ગોંડલ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી.
અહીં પોલીસે જરૂરી કાગળિયા કરીને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. વધુમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકના પિતા કારખાના કામ કરે છે. મૃત્યુ પામેલો જયવીરસિંહ પરિવારનો એકનો એક વ્હાલસોયો દીકરો હતો. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment