આજકાલ રોગચાળાને કારણે મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે, હાલમાં રાજકોટમાં ડેન્ગ્યુના કારણે માત્ર બે દિવસની સારવાર બાદ એક ચાર વર્ષની પુત્રીનું મોત નીપજ્યું છે. રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાન નો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતાં બાળકીના પિતાએ માત્ર ગણતરીના કલાકોમાં આ નિર્ણય લઈ એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી છે.
રાજકોટના ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મીલ પાસે મયુર નગર શેરી નંબર ત્રણ માં રહેતા મનીષભાઈ ખીમજીભાઈ બદરખીયાની પૌત્રી રિયા ચેતનભાઇ બદરખીયા ને અચાનક તાવ આવતા તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
માસુમ પૌત્રી રિયા ના કાઉન્ટ વધારે માત્રામાં ઘટી જતા સિવિલ હોસ્પિટલના તબીબે તેમને આઈસીયુ માં દાખલ કરી ઓક્સિજનના બાટલા ચડાવવા સહિતની સારવાર કરી હતી. ચિરાગભાઈ એ જણાવ્યું હતું કે રિયા ને તાવ આવ્યો હતો અને સામાન્ય ડોક્ટર પાસે દવા લીધી હતી. બાદમાં તબિયત પણ સુધરી ગઈ હતી, પરંતુ ગત મંગળવારે તબિયત ફરી બગડતા એ જ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ બાદ અમને ગુંદાવાડીમાં ડોક્ટર પાસે લઈ જવા કહ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ તાત્કાલિક સારવાર કરી હતી, પરંતુ વધુ તબિયત બગડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આચકી ઉપડતા વધુ તબિયત બગડી હતી અને તેનું નિધન થયું હતું.
બાળકીના ચક્ષુ દાન નો નિર્ણય તેના દાદા, પિતા સહિત પરિવારે લીધો હતો. જન કલ્યાણ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં દસ વર્ષથી વધુ વયના 363 જેટલા લોકોના ચક્ષુદાન કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર ચાર વર્ષની દીકરીની ચક્ષુ દાનનો કિસ્સો પ્રથમ અને અન્ય માટે પ્રેરણાદાયી બન્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment