ગુજરાતમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં આવેલ ધોધંબા તાલુકાના ગજાપુર ગામમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ચાર માસુમ બાળકોના મોત થયા છે. આ ઘટના બનતા જ આખું ગામ હિબકે ચડ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર ઘટના આજરોજ વહેલી સવારે બની હતી.
બાળકો રમતા રમતા પાણીથી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ચારેય બાળકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. ઘટના બનતા જ ગામના લોકો, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકોને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પોતાના દીકરાઓનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ ઘટના સ્થળે હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 10 થી 12 વર્ષ વચ્ચેની હતી.
આ ઘટનામાં 10 વર્ષના સંજય વીરભાઈ બારિયા, 11 વર્ષના રાહુલ રમેશભાઈ બારિયા, 9 વર્ષના પરસોતમ રાજુભાઈ બારિયા અને 11 વર્ષના અંકિત અરવિંદભાઈ બારિયાનું મોત થયું હતું. એક સાથે ગામના ચાર માસુમ બાળકોના મોત થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે, આજરોજ વહેલી સવારે ચારેય બાળકો પાણીથી ભરેલા ખાડા પાસે રમી રહ્યા હતા. જેમાંથી બે બાળકો પાણીમાં ઊતર્યા હતા. આ દરમિયાન આ બંને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બંનેને બચાવવા માટે અન્ય બે બાળકો પણ પાણીમાં કુદીયા હતા. પરંતુ આ દરમિયાન ચારેય બાળકો એકસાથે પાણીમાં ડૂબી ગયા હતા અને ચારેયનું રીબાઈ રિબાઈને મોત થયું હતું.
આ ઘટના બનતા જ ચાર રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment