રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 22 વર્ષના પાટીદાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષિલ કિશોરભાઈ કાકડીયા હતું.
હર્ષિલ પોતાના પરિવાર સાથે રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો હતો. સવારના સમયે તે બાઈક લઈને વાંકાનેર નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. હર્ષિલ બાઈક લઈને નોકરી પર જતો હતો. ત્યારે રસ્તામાં ખોખડદડ ભૂલ પાસે રોંગ સાઈડમાં આવી રહેલા એક આઇસર ટ્રકે હર્ષિલની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે હર્ષિલ ફંગોળાઈને રોડ ઉપર પડ્યો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ 108 અને પોલીસની ટીમને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ આજીડેમ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હર્ષિલને સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલાં તો તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ 108ની મદદથી હર્ષિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.
આ ઘટનાની માહિતી મળતા જ હર્ષિલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો હર્ષિલ એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને તે અપરણિત હતો. જાણવા મળી રહ્યું છે કે હર્ષિલ વાંકાનેર એગ્રીકલ્ચર અને ઇરીગેશન વિભાગમાં નોકરી કરતો હતો.
સવારે તે બાઈક લઈને નોકરી પર જતો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો અને તેનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ પટેલ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment