વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ, આંખોનું દાન કરીને માનવતાની મહેક ઊભી કરી…

આજે અમે તમને જણાવી દઈએ કે 2015માં એક મહિલાની માતાએ પણ ચક્ષુદાન કર્યો હતો. આ કિસ્સો છે વડોદરા શહેરના થાને વિસ્તારનો એક ખાનગી હોસ્પિટલમાં લતાબેન પરમાર કે જેવો હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેથી તેમની ગુરુની આજ્ઞા મુજબ ચક્ષુદાન નો સંકલ્પ કર્યો હોવાનું જાણવા મળતાં તેમના ચક્ષુદાન
કરવામાં આવ્યો હતો. તેઓ હોસ્પિટલમાં નોકરી કરતા હતા ત્યારે તેમના પરિવારે એ મહિલાના મૃત્યુ પછી માનવતા મહેકાવી ને મહિલાનું ચક્ષુદાન કર્યું હતું.

વિસ્તૃત માં કહેતા જણાવીશ તો વડોદરામાં છાણી જકાતનાકા પાસે આવેલું તરુણ નગર કે જ્યાં 54 વર્ષીય લતા બેન રહે છે તેમનુ કોઈ કારણોસર અકસ્માત થયો હતો તેથી અકસ્માતમાં ઘાયલ લતાબેન ને તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાં સત્યમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને પરિવારમાં જાણ કરવામાં આવી તો મયંક ભાઈ પરમાર તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા અને એક બાજુ માતા લતાબેનની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેમની ડાબી આંખના ઉપરના ભાગે ચાર ટાંકા લેવામાં આવ્યા હતા.

ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. તેથી પરિવારજનોને ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે લતાબેને થાપાના ભાગે ફેક્ચર થયું છે અને હાથ છોલાઇ ગયા છે. અને આ ગંભીર ઈજાથી લતાબેન ખૂબ જ પીડાઇ રહ્યા હતા.તેથી તેમનો દીકરો મયંકભાઇ ડોક્ટર ને જણાવતા કહે છે કે મારી માતા ની બહુ દુખાવો થાય છે તેથી જેમ બને તેમ જલદી સારવાર કરશો અને જલદી સાજા થઇ જાય.

અકસ્માત વિશેની કોઈ પણ ઘટના પૂછ્યા વગર મયંક ભાઈ એ ડોક્ટરની સારવાર ની જાણ કરી, ત્યારે સારવાર દરમ્યાન 11 વાગ્યાની આસપાસ લતાબેન કરૂણ મૃત્યુ થયું. તેથી પરિવારજનોમાં ખૂબ જ શોકની લાગણી છવાઈ ગઈ અને પરિવારજનો માં દુઃખની લાગણી છવાઈ ગઈ. ત્યારે વધુમાં જણાવીશ તો લતાબેન સ્વામિનારાયણ સંપ્રદાય થી જોડાયેલા હતા અને ભક્તિમય હતા. ત્યારે તેમના ગુરુ દ્વારા આજ્ઞા કરવામાં આવી હતી કે ચક્ષુદાન નો સંકલ્પ લેવો જોઈએ.

જેથી તેમની બધી જ ઈચ્છા પ્રમાણે લતાબેનનો ચક્ષુદાન કરવામાં આવ્યું અને તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું જેથી લતાબેન ના અંતિમ સંસ્કાર થઈ શકે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં એક બહેન તેમની માતા મણીબેન ખુશાલભાઈ મિસ્ત્રીએ પણ વર્ષ 2015માં ચક્ષુદાન કર્યો હતો.

ત્યારે માનવતા મહેકાવી ને અને સંસ્કારના પગલે ચાલતા હોવાથી તેમના દીકરીએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છતાં સમાજમાં એક દાખલો બેસાડતી ગઈ અને ચક્ષુદાન કર્યું હતું. ત્યારે આ સમગ્ર પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય થી જોડાયેલો હોવાથી તેમની ગુરૂની આજ્ઞાથી લતાબેન ચક્ષુ દાન કર્યું અને સમાજમાં એક અગત્ય નો દાખલો બેસાડ્યો જેનાથી સૌ કોઈ લોકો પ્રેરિત થાય.

જણાવતા કહીશ તો આ ચક્ષુદાન સંકલ્પ સાથે જોડાયેલા વડોદરાના એવા રૂપેશભાઈ સથવારા એ પણ કહેતા કહ્યું કે જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર મહોત્સવ જૂનાગઢમાં 2013માં ઉજવાયો હતો. તે દરમિયાન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના દિવ્ય સંકલ્પ કે “ભારત દેશ બની પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ”. જે અંતર્ગત આશ્ચર્યચકિત થઈ જાય એવી વાત કે એક જ કલાકમાં 22000 હરિભક્તોએ મૃત્યુ પછી ચક્ષુદાન કર્યો.

જે ખૂબ જ અગત્યની અને પ્રેરણાદાયી વાત કહેવાય. આવી રીતે અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં પણ અલગ-અલગ લોકો એક ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધા હશે. તેમાંથી એક દાખલો બેસે એવા લતાબેન કે જેમણે ગઈકાલે અકસ્માત મૃત્યુ થવાથી તેમનો ચક્ષુદાન કરવામાં આવ્યો આમાંથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ અને સંકલ્પ લેવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*