વડોદરા નજીક આવેલા ચેકડેમમાં નાહવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાના કારણે કરુણ મોત…બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા… ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): માં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ભુકા બોલાવતી ગરમીની શરૂઆત થતા જ હાલમાં ચાલી રહેલા વેકેશનના કારણે નદી કિનારાઓ ઉપર પિકનિક કરવા સાથે નાહવા માટે લોકો મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાંભલી(Khambali) ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી ઉપર આવેલા સિંધરૉડ ચેકડેમ(Sindhrod Check Dam) ખાતે પિકનિક બનાવવા માટે ગયા હતા.

મૃતક સોહનની ફાઈલ તસવીર.

આજે મિત્રો અહીં ચેક ડેમમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન એક સગીર અને એક યુવક પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલા બંને પરિવારના એકના એક જ દીકરા હતા.

મૃતક સાગરની ફાઇલ તસવીર.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો થાંભલી ગામના પાંચ મિત્રો જેમાં 17 વર્ષીય સાગર હસમુખભાઈ રોહિત, 17 વર્ષીય સોહન પ્રવીણભાઈ રોહિત, 19 વર્ષીય વિશાલ ગીરીશભાઈ પરમાર, 11 વર્ષીય અક્ષિત અશોકભાઈ રોહિત અને કેતન ગુરૂવારના રોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ વડોદરા નજીક આવેલા સિંધરોડ ચેકડેમ ખાતે પિકનિક બનાવવા અને નાહવા માટે પહોંચ્યા હતા.

સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

પાંચેય મિત્રો ગરમીમાં નાહવાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન 19 વર્ષીય સાગર હસમુખભાઈ રોહિત અને 17 વર્ષીય સોહન પ્રવીણભાઈ રોહિત ચેક ડેમની પાછળના ભાગમાં ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા અને જેના કારણે બંનેના કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સિંધરોટ ચેક ડેમ ખાતે મોટી સંખ્યામાં લોકો પિકનીક મનાવવા અને નાહવા આવે છે

ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ સાગર અને સોહનના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટ મોટર માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

View this post on Instagram

 

A post shared by OUR VADODARA™ (@ourvadodara)

આ ઘટના બનતા જ મૃતકોને પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃત્યુ પામેલા બંને પરિવારના એકના એક લાડકવાયા દીકરા હતા. એકના એક દીકરાનું મોત થતા જ પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યું છે. દરેક વાલીઓ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*