રવિવારના રોજ ભચાવના ખારોઈ અમૃતબાગ રિસોર્ટના વોટરપાર્કમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં વોટરપાર્કમાં ડૂબી જવાના કારણે એક 7 વર્ષના માસુમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. રવિવારના રોજ બપોરે રાપરના હમીરપર ગામના પિતા-પુત્ર રિસોર્ટમાં ફરવા માટે આવ્યા હતા. અહીં વોટરપાર્કમાં ડૂબી જવાના કારણે એકના એક 7 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા માસૂમ બાળકનું નામ હૃતિક હતું. મળતી માહિતી અનુસાર હૃતિક પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પિતા પોતાના 7 વર્ષના માસુમ દીકરાના મૃતદેહને લઈને ઘરે પરત ફર્યા હતા.
દીકરાના મૃત્યુના કારણે પરિવારના લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને રિસોર્ટના મેનેજરે જણાવ્યું કે બાળકનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું હતું. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મજા માણવા માટે ખારોઈ ગામે આવેલા અમૃતબાગ રિસોર્ટ ખાતના વોટરપાર્કમાં હમીરપર ગામના પટેલ સમાજના પિતા-પુત્ર આવ્યા હતા.
આ દરમિયાન 7 વર્ષનો દીકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોઈને પિતાએ બૂમાબૂમ કરી હતી. તેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ પાણીમાંથી દીકરાને બહાર કાઢ્યો હતો. બાળક પાણી પી ગયો હોવાના કારણે તે બેહોશ થઈ ગયો હતો.
તેથી તેને સારવાર માટે નજીકના ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી.
મળતી માહિતી અનુસાર પિતા પોતાના દીકરાના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યા હતા. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઈને બાળકોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment