તળાવમાં નાહવા ગયેલા ભાઈ-બહેન સહિત 3 બાળકોના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ, એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં નાહવા ગયેલા પિતાએ ભાઈ બહેન સહિત ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દર્દનાક ઘટના ચુરુ જિલ્લાના સરદારશહર વિસ્તારમાં રવિવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર ચાર બાળકો તળાવમાં સ્નાન કરવા માટે ગયા હતા.

આ તળાવ લગભગ બાળકોના ઘરથી 500 મીટર દૂર આવેલું છે. ત્યારે હરિભગત નામનો બાળક, નાની અને આરજુ નામની બે બાળકીઓ તળાવમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન અંજલી નામની બાળકી બહાર બેઠી હતી. થોડીકવાર બાદ ત્રણેય પાણીમાં લાગ્યા હતા અને તળાવના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા.

આ દ્રશ્યો જોઈને અંજલીએ બૂમાબૂમ કરી હતી. બાળકીની બૂમ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત બાળકીના પરિવારજનો અને ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. લગભગ બે કલાકની મહેનત બાદ તળાવમાંથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 13 વર્ષીય હરિભગત, 12 વર્ષીય આરજુ અને નાનીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ ઘટના બનતા સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે એક જ પરિવારના ત્રણ બાળકોના મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઉપરાંત એક સાથે ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*