ગુજરાતના જિલ્લાઓના વેપારીઓએ આંશિક લોકડાઉનમાં કરી છૂટછાટની માંગ, જાણો સમગ્ર અહેવાલ.

ગુજરાત રાજ્યમાં આગામી 4 તારીખે નાઈટ કરફ્યુ અને આંશિક લોકડાઉનની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે વેપારીઓ ફરી એક વખત આંશિક લોકડાઉનઅને નાઈટ કરફયૂમાં થી રાહત આપવા માટે માંગણી કરી. આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુકાન ધંધા ને વધુ સમય માટે ખુલ્લી રાખવા માટેની માગણી કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ રાજ્ય સરકાર પાસે પાંચ માંગણીઓ કરવામાં આવી છે.

ધંધા રોજગારી દસ વાગ્યા સુધી ખુલ્લી રહે તે માટેની માંગણી કરી છે. અને દિવસ દરમિયાન દુકાનો અને બજારો ખુલ્લી રાખવાની માગણી કરી છે. દુકાનના વેપારીઓ એ રાત્રે ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની માગણી કરી છે.

અને હોટલના વેપારીઓએ 11:00 સુધી પાર્સલ ની છૂટ આપવાની માંગણી કરી છે. ઇન્ડસ્ટ્રીયલ વાહનોમાં 70% વર્કરોને લઈ જવાની માંગણી કરી છે. Drive થું વેક્સિનેશન શરૂ કરવાની માંગણી કરી છે. રાત્રી કરતી નો સમય દસ વાગ્યા સુધી કરવાની માંગણી કરી છે.

ગુજરાતમાં મયુકરમાઈકોશિશ ની સારવાર માટેની ગાઈડલાઈન્સ સંદર્ભ પણ ચર્ચા વિચારણ થવાની સંભાવના છે. એટલું જ નહીં 4 તારીખે પૂર્ણ થઇ રહેલા રાત્રી કર્ફ્યુ જાહેરનામું તેમજ રાજ્યમાં રહેલા.

મંદિરે ખોલવાના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં જ જૂનથી નવા શિક્ષણ સંદર્ભે ચર્ચા વિચારણા કરીને guidelines ને આખરી ઓપ આપી જાહેર કરવાની સંદર્ભે ચર્ચા થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*