ગઈકાલે ગુજરાત રાજ્યમાં કપાસની આવક માર્કેટયાર્ડમાં દોઢ લાખ મણ ની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં કોઈને નબળો કપાસ લેવો નથી અને સારો કપાસ કોઈ જિનિંગ ફેક્ટરી ને મળતો નથી.
મહારાષ્ટ્રમાં 80 થી 90 ગાડી માંથી 15 થી 20 ગાડી કપાસ સારી કવોલિટી નો છે.કાઠિયાવાડની 125 ગાડી કપાસની આવક હતી. કાઠીયાવાડ નો સારો કપાસ મળે તો કપાસ ના 1328 સુધી ભાવ દેવા તૈયાર છે.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં શુક્રવારે આવક ઘટી ને 53 થી 55 હજાર મણ ની હતી અને કપાસના ભાવ નીચા માં 1120 થી 1200 અને ઊંચામાં 1320 થી 1350 બોલાયા હતા.
ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે જેથી કપાસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતની ઘણી માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો ભાવ 1320 થી પણ વધારે જોવા મળ્યો છે.
જેમાંની લાલપુર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1575 રૂપિયા રહ્યો છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલી 810 થી 1322,સાવરકુંડલા 1040 થી 1331,જસદણ 1100 થી 1266.
બોટાદ 1130 થી 1367,મહુવા 917 થી 1266,ગોંડલ 1001 થી 1311,કાલાવડ 1000 થી 1335,જામજોધપુર 1080 થી 1315.
રાજુલા 900 થી 1300,લાલપુર 1000 થી 1575,હળવદ 1080 થી 1294,વિસાવદર 883 થી 1251 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment