દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે આ મોંઘવારીની મહામારી માં આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારે આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં એક અઠવાડિયામાં નવ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હજુ પણ આગામી સમયમાં સીએનજીના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં સીએનજીનો ભાવ 69.11 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ 71.67 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. નોઈડામાં પણ સીએનજીનો ભાવ 71.67 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. મેરઠ અને સિમલા સીએનજીનો ભાવ 76.34 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.
ગુરુગ્રામમાં સીએનજીનો 77.33 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. રેવાડીમાં સીએનજીનો ભાવ 79.57 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. કાનપુર, ફતેપુર અને હમીરપુરમાં સીએનજીનો ભાવ 80.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. કરનાલમાં સીએનજીનો ભાવ 77.77 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.
અજમેરમાં સીએનજીનો ભાવ 79.39 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી બધા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. હજુ આગામી દિવસોમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment