આજે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, સામાન્ય જનતા ચિંતામાં..

Published on: 9:48 am, Tue, 29 June 21

દેશમાં આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા એક દિવસની રાહત બાદ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો. પેટ્રોલમાં પ્રતિ લીટર 29 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 24 પૈસાનો વધારો કર્યો. દેશની રાજધાની દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 98.81 રૂપિયા છે.

ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.91 રૂપિયા છે. મુંબઈમાં જે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.90 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.72 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.80 રૂપિયા અને ડીઝલ નો ભાવ 93.72 રૂપિયા છે.

કોલકાતામાં પ્રતિ લિટરનો ભાવ 98.64 રૂપિયા અને ડીઝલ નો ભાવ 92.30 રૂપિયા છે. જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.54 રૂપિયા અને ડીઝલ નો ભાવ 98.29 રૂપિયા છે. લખનઉમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.97 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.59 રૂપીયા છે.

ભોપાલમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.07 રૂપિયા અને ડીઝલ નો ભાવ 97.93 રૂપિયા છે. પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.81 રૂપિયા અને ડીઝલ 94.52 રૂપિયા છે.

દેશમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેસલમેર, હૈદરાબાદ, ગોપાલ, જયપુર, ઇન્દોર, પટના, મુંબઈ, રત્નાગીરી, ઔરંગાબાદ, ગંગાનગર, લેહ, બાસવાડા, ગ્વાલિયર, કકીનાડા, ચિકમગલુર, શિવમોગા વગેરે માં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. અને ફેરફાર થયેલો ભાવ છ વાગ્યા પછી સમગ્ર દેશમાં લાગુ પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!