દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધી રહ્યા છે. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી કરતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત 13મી વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આજરોજ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 41 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી વધારો થવા લાગ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 વખત વધારો કરવામાં આવ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 103.81 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 113.45 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 118.83 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 109.34 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.48 રૂપિયા નોંધાયો છે.
સુરતમાં પેટ્રોલનો ભાવ 103.87 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 103.39 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 103.51 રૂપિયા નોંધાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.
આ કારણોસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જો આ જ રીતે ભાવ વધારો થતો રહ્યો તો સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment