દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, એલપીજી ગેસ અને શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ ફરી એક વખત સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 97.01 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 88.27 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી નું પરિણામ આવ્યા બાદ તરત જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થવા લાગ્યો છે. 10 માર્ચના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું અને 22 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવા લાગ્યો છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 111.67 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 95.85 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 106.64 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકાતામાં ડીઝલનો ભાવ 91.42 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 102.91 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં ડીઝલનો ભાવ 92.95 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ માટે સરકારે સામાન્ય જનતાને પેટ્રોલિ કિંમતને લઇને મોટી રાહત આપી હતી. સરકાર દ્વારા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment