આજરોજ ઉત્તરાયણના દિવસે કપાસના ભાવ માં થયો તોતિંગ વધારો, જાણો તમારા જિલ્લાના કપાસના ઊંચા ભાવ.

Published on: 9:08 pm, Thu, 14 January 21

ગુજરાતમાં ખેડૂતો પાસે જ્યારે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે. આ વધતા કપાસના ભાવ મોટા ખેડૂતો અને કપાસ સંગ્રહ કરનારા અને વેપારી સંગઠનોને ફાયદો થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 15 થી 20 દિવસથી કપાસના ભાવમાં ફુલ તેજી જોવા મળી રહી છે.

આજરોજ ઉતરાયણ માં કપાસના ભાવો નીચે મુજબ રહ્યા હતા. જૂનાગઢમાં કપાસનો ભાવ 1030 થી 1156,બોટાદ માં કપાસનો ભાવ 1000 થી 1145,અંજાર કપાસનો ભાવ 1000 થી 1140,મહુવા માં કપાસનો ભાવ 880 થી 1103.

તળાજામાં કપાસનો ભાવ 950 થી.1158,મોડાસામાં કપાસનો ભાવ 1101 થી 1230,અમરેલી માં કપાસનો ભાવ 760 થી 1167 જોવા મળ્યો હતો.હાલ ભાવો થોડા સ્થિર થયા કહી શકાય પરંતુ આગળ માર્કેટ ઉપર નજર રાખતી રહેવું.

અને વધારે અપડેટ અમે આપતા રહીશું. જેમની પાસે છેલ્લી વિણીનો કપાસ છે.અથવા થોડો ખરાબ કપાસ છે એ લોકો એમના જિલ્લાના માર્કેટ ભાવ જાણી વેચાણ કરી શકે છે.આપણે સૌ ને ખબર છે કે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનો ભાવમાં થોડો વધારો થઈ ભાવ સ્થિર થઈ રહ્યા છે.આજરોજ ઉત્તરાયણના દિવસે કપાસના ભાવ માં થયો તોતિંગ વધારો,જાણો તમારા જિલ્લાના કપાસના ઊંચા ભાવ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!