ગુજરાત રાજ્યનું અમૂલ્ય રત્ન એટલે કે કિર્તીદાન ગઢવી જેમને ગુજરાતી સંગીતના સૂર સમગ્ર વિશ્વના દરેક ખૂણે ગુંજાવ્યા છે. ખરેખર ઘણા લોકો હશે જે લોકો નહીં જાણતા હોય કે કિર્તીદાન ગઢવી નો જન્મ કઈ જગ્યાએ થયો અને તેમના પરિવારમાં કોણ કોણ છે અને તેઓની હાલમાં કમાણી શું છે
તેની વિશે આજે આપણે જાણવાના છીએ.તમને આ વાતની જાણ નહીં હોય કે કિર્તીદાન ગઢવી નો જન્મ આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23 ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો તેમને બારમું ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બી કોમનો અભ્યાસ શરૂ કર્યો હતો
અને બાદમાં વર્ષ 1995 માં વડોદરા ની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો.બાદમાં સિહોર ખાતે ધોળકિયા મ્યુઝીકલ કોલેજમાં નોકરી તેમને કરી હતી અને આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત ઇશ્વરદાન ગઢવી સાથે થઈ હતી
અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર તેમણે ડાયરાના કાર્યક્રમ કર્યા હતા અને ત્યારબાદ તેઓ રાજકોટમાં સ્થાયી થવાનું મન મક્કમ કર્યું હતું પરંતુ તેમના મમ્મી-પપ્પા નો થાય કિર્તીદાન સંગીતમાં આગળ વધે
કારણ કે ગીતો ગઈ ને શું ઘર ચાલે પરંતુ કિર્તીદાન ગઢવી એટલે મહેનત કરીને આજે કરોડો રૂપિયાની કમાણી કરે છે અને તેઓ 2003માં સોનલબેન સાથે લગ્ન કર્યા અને હાલમાં તેઓ અમદાવાદ શહેરમાં રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment