સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ત્યારે ગુજરાતમાં વરસાદની સિઝન ચાલુ છે અને ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણીમાં ભરાઈ ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી આફત એવી રીતે વર્ષે કે મુશ્કેલીમાં ધોધમાર વધારો કરી દીધો છે.
ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક ખેતરો બેટમાં ફેરવાયા મુશળધાર મેઘાના કારણે અનેક રસ્તાઓ સ્વિમિંગ પૂલ બની ગયા છે. આ બધાની વચ્ચે પોરબંદરમાં 108 ની પ્રશંશનીય કામગીરી સામે આવી છે.
પોરબંદરમાં 108 નદીના ધસમસતા પ્રવાહને પાર કરી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો છે. કેશોદના લુસાળા ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 બોલાવી હતી. પરંતુ રસ્તા પર ભારે વરસાદી પાણી હોવાના કારણે ડર પણ હતો કે 108 કેવી રીતે જાશે. પરંતુ 108 ના ડ્રાઈવરે હિંમતભેર દેરોદર અને એરડા ગામ વચ્ચે પાણીમાં એમ્બ્યુલન્સ હંકારી હતી.
108 ના ડ્રાઈવરે પોતાના જીવનની પરવા કર્યા વગર મહિલાને બચાવી લીધી છે. સગર્ભા મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવ્યો જેને લઇને પરિવારે 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
લોકોએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીની પ્રશંસા કરી હતી, કારણકે આટલા ભારે વરસાદના કારણે બધી બાજુ પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ની અવરજવર કરવી ખૂબ જ મુશ્કેલી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ ના કર્મચારીએ પોતાના જીવની પરવા કર્યા વગર આ મહિલાનો જીવ બચાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment