મિત્રો હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાની દીકરી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે પિતાએ પોતાની ફુલ જેવી માસુમ દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી. આવું કરવા પાછળનું કારણ જાણીને તમને પણ પિતા ઉપર ખૂબ જ ગુસ્સો આવશે. આ હચમચાવી દેનારી ઘટના રાજસ્થાનના બિકાનેરમાં બની છે.
અહીં એક પિતાએ પોતાની પાંચ મહિનાની ફૂલ જેવી દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી. આ કારણોસર દીકરીનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આરોપી પિતાએ સરકારી નોકરી માટે પોતાની ફુલ જેવી માસુમ દિકરી અંશુનો જીવ લઈ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઝંવરલાલ નામનો વ્યક્તિ બપોરના સમયે પોતાની પત્ની અને મહિનાની દીકરીને લઈને ઇન્દિરા ગાંધી કેનાલ પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ તેને પોતાની પત્ની સાથે મળીને 5 મહિનાની દીકરીને જીવતી કેનાલમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી વિસ્તાર અને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઝંવરલાલ રવિવારના રોજ સાંજના સમયે તેની પત્ની સાથે તેના સાળાના ઘરે આવ્યો હતો. રસ્તામાં જતી વખતે તેની સાથે તેમના બે બાળકો હતા. એક દીકરો અને એક દીકરી હતા. રસ્તામાં આરોપી પિતાએ પોતાની દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી. સાંજે 5:00 વાગ્યાની આસપાસ પોલીસને બાતમી મળી કે આ પ્રકારની ઘટના બની છે. એટલે પોલીસે ચારેય બાજુ નાકાબંધી કરી દીધી હતી.
આ દરમિયાન સબ ઇન્સ્પેક્ટર મુકેશકુમારે એક બાઈક રોકી હતી. આ બાઈક પર એક પુરુષ સ્ત્રી અને એક બાળક હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરી હતી. ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારને શંકા ગઈ એટલે તેમને ત્રણેયના ફોટા લીધા હતા. આ ઉપરાંત બાઈક નો પણ ફોટો લીધો હતો. ઝંવરલાલના આધાર કાર્ડનો પણ ફોટો લેવામાં આવ્યો હતો.
ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ પાસેથી ઝંવરલાલ વિશે માહિતી લેવામાં આવી. ત્યારે ખબર પડી કે તે એક નહીં પરંતુ બે બાળકો સાથે ગયો હતો. તેમાં પાંચ મહિનાની બાળકી પણ હતી. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમ્યાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. જાણવા મળ્યું કે આરોપી ઝંવરલાલે એક સરકારી શાળામાં કોન્ટ્રાક્ટ પર શિક્ષણ તરીકે કાર્યરત થયો હતો.
તેની આ નોકરી ટૂક જ સમયમાં કાયમી બની જવાની હતી. પરંતુ સરકારી નોકરીની એક શરત છે કે બેથી વધુ બાળકો ન હોવા જોઈએ. ઝંવરલાલેને ચાર બાળકો છે. જેમાંથી એક બાળકને દત્તક આપ્યો છે. છતાં પણ ત્રણ બાળકો વધતા હતા. તેથી પોતાની નોકરી બચાવવા માટે પોતાની પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment