હાલમાં રાજ્યમાં વરસાદની સિઝન ચાલી રહી છે, ઘણી જગ્યાએ તો એટલો બધો વરસાદ પડ્યો છે કે પૂરની સ્થિતિ સર્જાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક પૂર નો વિડીયો વાયરલ થયો છે, જેમાં બહેન ભાઈને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. રક્ષાબંધન પહેલા આ વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે,
પૂરની જ ઝપેટમાં થોડી બેદરકારી લોકોના જીવ પર બની આવે છે. તેમાં પણ પહાડી વિસ્તારમાં પૂર આવે તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બહેને પોતાનો જીવ જોખમમાં મૂકીને ધોધમાં તણાતા પોતાના ભાઈને બચાવ્યો હતો.
આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ રક્ષાબંધન પહેલા આ વિડીયો વાયરલ થયો છે જેમાં બહેને પોતાના ભાઈને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો. જેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે, વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક છોકરો પાણીમાં તણાઈ ગયો હતો.
View this post on Instagram
તેની બહેન તેને પકડીને ઉભી રહે છે અને તેને બચાવવા માટે કેટલાક લોકો જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી તેને તણાવા દેતી નથી. થોડી જ વારમાં કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા અને બંનેને બચાવી લીધા, જો બહેને તેના ભાઈને પકડયો ન હોત તો, તે પાણીમાં તણાઈ ગયો હોત અને ઊંચાઈ પરથી પડી જતા ગંભીર ઈજા થઈ હોત.
બહેનની બહાદુરી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સુરજ સિંહે લખ્યું, બહેન એ માતાનું બીજું સ્વરૂપ છે, બીજાએ લખ્યું એટલે જ મોટી બહેનને માતાનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. અન્ય એક યુઝરે લખ્યું કે કેટલીક બહેનો તેમના ભાઈનું લગ્નજીવન બગાડે છે. તો બીજી બાજુ આ બહેન જે પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાના ભાઈને બચાવી રહી છે તેને સલામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment