તમે ઘણી વખત રેલવે પ્લેટફોર્મ પર અને ભાડા પર બનેલી અકસ્માતની ઘટનાઓ સાંભળી રહ્યા છે. ત્યારે ગુરૂવારના રોજ રેલ મંત્રાલયે રેલવે કર્મચારીનું એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ રેલવે કર્મચારીની બહાદુરીની વાહ વાહ કરશો.
મળતી માહિતી અનુસાર રેલવે કર્મચારીએ પોતાના જીવની પરવા કર્યા વગર એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે. આ સમગ્ર ઘટના રેલ્વે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદીનીપુર જિલ્લાના બાલીચક રેલવે સ્ટેશન પર બની હતી.
હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર રેલવે કર્મચારી સતીશકુમાર રેલવે સ્ટેશન પર આવતી માલગાડીની લીલીઝંડી દેખાડવામાં માટે પ્લેટફોર્મ પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે રેલવેના પાટા પર એક યુવકને પડી ગયેલો જોયો હતો.
આ દરમિયાન રેલવે કર્મચારી સતિષકુમારે કંઈ ન વિચાર્યું અને ઝડપથી દોડીને લગભગ 50 મીટર દૂર રેલવે ટ્રેક પર પડેલા યુવક પાસે પહોંચી ગયા હતા. આજ દરમિયાન સામેથી ટ્રેન આવી રહી હતી. પરંતુ ટ્રેન ક્યાંથી પસાર થાય તે પહેલા તો સતિશ કુમારે રેલવે ટ્રેક પર પડેલા યુવકને ટ્રેક પરથી હટાવીને સાઈડમાં લઇ લીધો હતો.
ત્યારે તે જ સમયે ત્યાંથી ટ્રેક પરથી માલગાડી પસાર થઈ હતી. રેલવે કર્મચારીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. યુવક રેલવે ટ્રેક પર કયા કારણોસર પડ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
सेवा, सुरक्षा और सहयोग
A precious life was saved by the courageous act of help by on-duty staff, who jumped on tracks himself to save a person from getting gravely injured.
Indian Railways is proud to have daring & diligent staff like H. Satish Kumar and commends his bravery. pic.twitter.com/gcnHCrtXg4— Ministry of Railways (@RailMinIndia) June 23, 2022
વાયરલ થઇ રહેલું આ વિડીયો રેલવે મંત્રાલયે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. રેલવે મંત્રાલયે વીડિયો શેર કરીને રેલવે કર્મચારી સતીશની બહાદુરીની પ્રશંસા કરી છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને દેશની જનતા પર રેલવે કર્મચારી સતીશની પ્રશંસા કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment