પાણીની ટાંકીમાં ડૂબી રહેલા મિત્રને બચાવવા માટે, બીજો મિત્ર પાણીમાં કૂદી પડ્યો, એકસાથે બંનેના કરૂણ મૃત્યુ… એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 3:25 pm, Tue, 28 June 22

મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબી જવાના કારણે બે મિત્રોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના સોમવારના રોજ અલવરમાં બની હતી. અહીં બે મિત્રો પાણીની ટાંકીમાં ડૂબી ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન આવ્યા તેથી પરિવારના લોકોએ તેમને ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં.

ત્યારબાદ પરિવારના સભ્યો બંનેને ગામમાં શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન સ્મશાન પાસે બંનેના કપડા જોવા મળ્યા હતા. ત્યારબાદ નજીકની પાણીની ટાંકીમાં જોયું ત્યારે બંનેના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. બંનેના મૃતદેહને બહાર કાઢીને પરિવારના લોકો ખાનગી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો બંનેના મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટનામાં 15 વર્ષીય સાગર અને 16 વર્ષીય નિતીન નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. સાગર અને નીતિન સોમવારના રોજ લગભગ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ઘરથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ બંને સ્મશાન પાસે આવેલી પાણીની ટાંકીમાં સ્નાન કરવા માટે ગયા હતા.

લગભગ બે વાગ્યાની આસપાસ સાગર પાણીની ટાંકીમાં નહાવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન સાગર પાણીની ટાંકીમાં ડૂબવા લાગ્યો હતો. સાગરને ડૂબતો જોઈને નિતીન તેને બચાવવા માટે પાણીની ટાંકીમાં કૂદી ગયો હતો. પરંતુ બંને મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટના બનતા જ બંનેના પરિવાર અને સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેદીને પોસ્ટ મોટો માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આજરોજ વહેલી સવારે બંનેના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ ઘટનાના કારણે બન્ને યુવકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા બંને યુવકો સારા મિત્ર હતા. તે હંમેશા સાથે રહેતા હવે તેમનો અંતિમ શ્વાસ પણ એક સાથે જ નીકળી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીની ટાંકીમાં ડૂબી રહેલા મિત્રને બચાવવા માટે, બીજો મિત્ર પાણીમાં કૂદી પડ્યો, એકસાથે બંનેના કરૂણ મૃત્યુ… એક સાથે બે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*