ચોમાસાની ઋતુમાં અનેક રોગોથી દૂર રહેવા માટે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત બનાવવી જરૂરી છે. આ ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ , ફ્લૂ જેવા અનેક રોગ ઉપરાંત હાલના સમયમાં કોરોનાવાયરસ એ ભયંકર સ્વરૂપ લીધેલ છે. જો આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ નહીં રહ્યા તો આવા અનેક લોકો આપણા શરીરને ભોગ લેવામાં નિષ્ફળ નહીં નીવડે.
તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમુક દૈનિક ક્રિયાઓમાં બદલાવ લાવવો ફરજિયાત હોય છે. આપણે આપણા શરીરને સુખ દેવા માટે સવારે વહેલા એટલે કે સૂર્યોદય પહેલાં ઊઠવું જોઈએ.
સવારે વહેલા ઉઠ્યા બાદ બ્રશ કરી ઠંડા પાણીથી આપણું મો ધોવું ત્યારબાદ આપણે યોગ કરવા જોઈએ જો આપણું શરીર યોગ માટે તૈયાર ન હોય તો વજ્રાસન જેવા યોગ કરવા જોઈએ. યોગ કર્યા બાદ દસ મિનિટ બાદ આપણે સર્વે એક ગ્લાસ ઉકાળો અથવા તો તુલસીની ચા પીવી જોઈએ. જેના કારણસર આપણે તાજગીથી ચમકી જઈએ આ કર્યા બાદ આપણે સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ ધર્મ ની કોઈ પણ ક્રિયા કરવી જોઈએ.
Be the first to comment