મિત્રો આપણે ઘણી બીમારીને દૂર કરવા માટે ઘણી વખત ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક તેવા જ ઘરેલુ ઉપચારની વાત કરવાના છીએ. તમને બધાને ખબર હશે કે સીઝન બદલાય એટલે ખાવા પીવામાં ફેરફાર થતો હોય છે. ખાસ કરીને શિયાળાની અને ચોમાસાની ઋતુમાં લોકોને શરદી થઈ જતી હોય છે.
અલગ અલગ પ્રકારની શરદી હોય છે જેમ કે ઘણા લોકોને સુકી શરદી થાય છે અથવા તો ઘણા લોકોને શરદી થાય ત્યારે સતત નાગમાંથી પાણી પડતું રહે છે. હાલના સમયમાં તો શરદી સામાન્ય વસ્તુ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ સામાન્ય શરદી લોકોને ખૂબ જ તકલીફ આપી શકે છે. જ્યારે કોઈપણ વ્યક્તિને ભયંકર શરદી થાય ત્યારે તેઓ અને ન ખાવાનું ગમતું હોય છે કે ન કંઈ કામ કરવાનું ગમતું હોય છે.
શરદી થાય ત્યારે સતત માથામાં પણ દુખાવો થતો હોય છે. ઘણી વખત શરદી ધૂળ અને પ્રદૂષણના કારણે પણ થતી હોય છે. ત્યારે ભયંકર શરદીને દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે આજે આપણે વાત કરવાના છીએ. એક એવો ઘરેલુ ઉપચાર છે જેનાથી માત્ર 7 દિવસમાં શરદી કાયમ માટે થઈ જશે ગાયબ.
શરદી આપણને ઘણા બધા કારણોસર થતી હોય છે. ત્યારે શરદી થાય ત્યારે નાકમાંથી પાણી પડતું હોય છે અને આ ઉપાય કરવાથી નાકમાંથી પાણી પડતું બંધ થઈ જાય છે અને શરદી મટી જશે. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપચાર વિશે. સૌથી સરળ અને અસરકારક ઈલાજ છે ચીની કબાબ. આ ચીની કબાબ જો આમાં તીખા જેવો લાગે છે પરંતુ તેનાથી અલગ જ હોય છે. તેની કબાબને નિયમિત ખાવાથી શરદી મટી જાય છે.
તીખા જેવો દેખાતો ચીની કબાબ સ્વાદમાં જરાક પણ તીખો હોતો નથી. મિત્રો આ વસ્તુ જ્યાં દેશી આયુર્વેદિક દવાઓ મળતી હોય છે ત્યાં મળી જશે. તેનો કિલોનો ભાવ 2000 રૂપિયા જેટલો હોય છે. પરંતુ દવા માટે ખૂબ જ ઓછા માત્રામાં તેને લેવાનું છે. 25 ગ્રામ દાણા લેશો એટલે તમારું કામ થઈ જશે. તમારે 15 દિવસ સુધી 25 ગ્રામ ચીની કબાબનું સેવન કરવું પડશે.
ચીની કબાબ એક એવી વસ્તુ છે કે જે તમારી શરદીને જડમૂળમાંથી નાબૂદ કરી નાખશે. જે લોકોને પથરી થઈ હોય તે લોકો માટે પણ આ વસ્તુ ખૂબ જ લાભદાયક છે. આ ઉપાય કરવા માટે તમારે 15 જેટલા ચીની કબાબના દાણા લેવાના છે. ત્યારબાદ એક કપમાં રાત્રે તેને પલાળી દેવાના છે. સવારે ઊઠીને તેને બરાબર મસળી લેવાના અને પછી પાણીમાં ગળી લેવાના.
ત્યારબાદ આ ગળેલું પાણી ખાલી પેટે પી જવાનું અને બીજા દિવસે આવી જ રીતે નવા ચીની કબાબ પલાળી લેવાના. એકવાર ચીની કબાબના દાણા નો ઉપયોગ લીધા બાદ તેને બીજી વખત ઉપયોગમાં લેવાના નહીં. મિત્રો આ ઉપયોગ કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment