પતિના ત્રાસથી કંટાળીને પત્ની ત્રીજા માળેથી નીચે કૂદી ગઈ, પછી થયો કંઈક એવો ચમત્કાર કે…જુઓ ઘટનાનો CCTV ફૂટેજ…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના પતિના દારૂ પીવાની આદતથી પરેશાન થઈને એવું પગલું ભર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મહિલાએ પોતાના પતિથી પરેશાન થઈને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પોતાના ઘરના ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કરે છે.

સદનસીબે આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાના બંને પગ તૂટી ગયા છે. સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના પંજાબના અમૃતસર માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના અમૃતસરના તુર સાહેબ ગુરુદ્વારા ની સામેની ગલીમાં બની હતી. અહીં પોતાના પતિના નશા ની હાલતથી પરેશાન થઈને પત્ની મકાનના ત્રીજા માળેથી નીચે કૂદી ગઈ હતી.

મહિલાની ચીસોનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તા હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાના બંને પગે ફેક્ચર થઈ ગયું છે સમગ્ર ઘટના શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઇજાગ્રસ્ત થયેલી મહિલાએ પોતાના પરિવારજનોને જણાવ્યું કે, તેનો પતિ હંમેશા નશાની હાલતમાં તેની સાથે ઝઘડો કરતો હતો. તેને પોતાના પતિ નો ઈલાજ કરવાનો અને નશામાંથી મુક્ત કરવાના પણ ઘણા પ્રયાસો કર્યા. પરંતુ છતાં પણ તેના પતિએ દારૂ પીવાનું ચાલુ જ રાખ્યું.

આખરે આ બધાથી કંટાળીને મહિલાએ આ પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે મહિલાના પતિના વિરુદ્ધમાં જીવ ટૂંકાવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો નથી. મહિલાની તબિયત સરખી થઈ ગયા બાદ તેનું નિવેદન લઈને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*