હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મિકેનિકલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મિકેનિકલ યુવકે પોતાના ઘરના ઉપરની રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. દીકરાને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક ઝઘડાથી કંટાળીને યુવકે સુસાઇડ કરી લીધું છે. આ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ શૈલેન્દ્ર હતું તેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગુરૂવારના રોજ મોડી સાંજે પરિવારના સભ્યો શૈલેન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.
અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલો શૈલેન્દ્ર મેકેનિકલનો વ્યવસાય કરતો હતો. તે પોતાના મિત્ર સાથે ગેરેજ ચલાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, શૈલેન્દ્રના પિતા એક નિવૃત્ત શિક્ષક છે. તેને એક મોટો ભાઈ પણ છે જે ઇન્દોરની બહાર રહે છે. શૈલેન્દ્ર પોતાના માતા-પિતા સાથે રહેતો હતો અને કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
શૈલેન્દ્રના લગ્ન થઈ ગયા હતા અને તેને સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે. જાણવા મળી રહ્યું છે કે શૈલેન્દ્રના પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે શૈલેન્દ્ર ઉપરની રૂમમાં ગયો હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પછી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં શૈલેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. આજ રોજ શૈલેન્દ્રના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પછી મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment