ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં કેટલાક લોકો નાની નાની વાતમાં અથવા તો કોઈના ત્રાસથી કંટાળીને સુસાઇડ જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે.
અહીં પુત્રવધુના સુસાઇડના કિસ્સામાં સસરા વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ સીમાબેન ભુપેન્દ્રભાઈ ડાયાભાઈ વસાવા હતું. સીમાના પતિનું નામ અંકિતભાઈ રામાભાઈ ફતેસિંગભાઈ વસાવા છે.
જાણવા મળી રહ્યું છે કે, સીમાએ દોરી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતક દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી સીમાના પિતા ભુપેન્દ્રભાઈ ડાયાભાઈ વસાવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
આપેલી ફરિયાદ મુજબ, સીમાના સસરા રામાભાઇ ફતેસિંહ વસાવા છેલ્લા ત્રણ વર્ષથી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ઝઘડો કરતા હતા. કામની બાબત અથવા તો નાની મોટી વાતનો વાંક કાઢીને ન બોલવાનું બોલતા અને દીકરીને માનસિક ત્રાસ આપતા હતા. સીમાના પિતાની ફરિયાદ મુજબ, સીમાના સસરા માનસિક ત્રાસ આપીને સીમાને મળવા માટે મજબૂર કરતા, જેથી સીમાએ કંટાળીને મજબૂર થઈ મોતી નગર સોસાયટી ખાતે આવેલી જીપ લઈને રાઇડના લોખંડના સ્ટેન્ડ સાથે નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સીમા નું મોત થયા બાદ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment