આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની અટકાયતના પડઘા પડ્યા સૌરાષ્ટ્રમાં, સી આર પાટીલ વિરુદ્ધ લાગ્યા..

Published on: 3:08 pm, Thu, 1 April 21

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં બાદ તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠક બોલાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે તેઓ ઉભરી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની બજેટ ની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિપક્ષ પાર્ટી આક્રમક વિરોધ કર્યો હતો.

અને ત્યારબાદ તેઓની અટકાયત કરવામાં આવી હતી જેના ભણકારા હાલમાં સૌરાષ્ટ્રના ગોંડલ માં પણ પડ્યા છે.મળતી માહિતી મુજબ સુરતમાં આપના કોર્પોરેટરોની અટકાયતના ભણકારા રાજકોટ જિલ્લામાં પડ્યા છે.

અને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા બસ સ્ટેન્ડ ચોક માં ભાજપ અધ્યક્ષ આર પાટીલ વિરૂધ્ધ બેનરો લગાડવામાં આવી વિરોધ નોંધાવ્યો છે. જેમાં કાર્યકર્તાઓ દ્વારા પાટીલ તેરી ગુંડા શાહી નહી ચલેગી નહીં ચલેગી ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ત્યારે વિરોધ નોંધાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા મહત્વની હોય છે અને જેને સત્તાધારી પક્ષ દ્વારા ગાવામાં આવતા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ તકે પ્રદેશ સંગઠન મંત્રી નિમિષાબેન ખૂંટ, ગોંડલ વિધાનસભા અધ્યક્ષ કેયુર શેખડા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.આજરોજ ગોંડલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.

અને સી.આર.પાટિલ ના ફોટા સાથેના બેનરો હાથમાં પકડ્યા હતા તેમ જ પાટીલ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી અને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

આ મામલે ગુજરાત આપ પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પણ ભાજપ સરકાર અને પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે.

અને તેને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે સી આર પાટીલ ના ઈશારે પોલીસે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન વર્ત્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની અટકાયતના પડઘા પડ્યા સૌરાષ્ટ્રમાં, સી આર પાટીલ વિરુદ્ધ લાગ્યા.."

Leave a comment

Your email address will not be published.


*