આમ આદમી પાર્ટીના “ફ્રી વીજળી” આંદોલનને ગુજરાતની જનતાનું મળ્યું બહોળું સમર્થન…

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. દરેક પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે રેલીઓમાં અને સભાઓનું આયોજન કરી રહી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો હાલમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી વીજળી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ફ્રી વીજળી આંદોલનમાં આમ આદમી પાર્ટીને રાજ્યની જનતાનો સારો સપોર્ટ મળી રહ્યો છે.

કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ સુવિધાનો લાભ મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી વીજળી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો અમે જીતશું તો દિલ્હીની જેમ ગુજરાતની જનતાને પણ મફત વીજળી આપશું.

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા વીજળી આંદોલનને લઈને અમદાવાદ શહેરના નારણપુરા, ચાંદલોડિયા તથા સાબરમતી, સુરત શહેરના વરાછા તથા કરંજ, ભાવનગર શહેરના જલાલપુર, જુનાગઢ, જામનગર, વડોદરા અને રાજકોટમાં સાયકલ યાત્રા, પદયાત્રા, મશાલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને ગુજરાતની જનતા નું સમર્થન મળી રહ્યું છે.

દિલ્હીમાં છેલ્લા 7 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. દિલ્હીની જનતાને કેજરીવાલ સરકાર દ્વારા 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. પંજાબમાં 6 મહિના પહેલા આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારે પંજાબની જનતાને પણ 300 યુનિટ વીજળી મફત મળશે તેવી આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, દેશના બે રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. છેલ્લા 27 વર્ષમાં ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી આપવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લોકો તેમના શાસનના વખાણ કરતા થાકતા નથી, પરંતુ જ્યારે પણ ગુજરાતની જનતાને સારી સુવિધા આપવાની વાત આવે, ત્યારે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, દેશમાં ગુજરાતી એવું રાજ્ય છે જ્યાં મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*