આમ આદમી પાર્ટીએ ચાલુ કર્યું મહત્વનું અભિયાન, સ્વચ્છ, ઈમાનદાર અને ભ્રષ્ટાચારમુક્ત રાજનીતિમાં જોડાવા માટે…

આમ આદમી પાર્ટીને ગુજરાત માં ઐતિહાસિક જનાધાર મળ્યા બાદ આમ આદમી પાર્ટી એ ગુજરાત પ્રદેશ સમિતિ એ સમગ્ર રાજ્યમાં સભ્ય નોંધણી અભિયાન જાહેર કર્યું છે. જે અંતર્ગત પાર્ટી નીચે પ્રમાણેનો નંબર જાહેર કર્યો છે.

જેના પર મિસ કોલ કરવા થી ગુજરાતના કોઇપણ નાગરિક પ્રાથમિક સદસ્યતા ને લઈને પાર્ટી સાથે જોડાઈ શકશે.આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આજની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે.

તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ ગુજરાતમાં એક નવી જ રાજનીતિના શ્રી ગણેશ કર્યા છે,જે 21 મી સદીમાં ભારતનું સર્જન કરશે.આમ આદમી પાર્ટીનાં સભ્ય નોંધણી.

અભિયાન એ પાર્ટીના રાજ્યભરમાં વિકસાવીને કાર્યકર્તાઓની શક્તિ અને ઉત્સાહ ને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ છે. દિલ્લી મોડેલને ગુજરાતમાં ખૂબ જ આવકાર મળી રહ્યો છે. ગુજરાતમાં લોકો પરંપરાગત રાજકારણથી ઉપર ઉઠીને સામાન્ય લોકોને પાયાની સુવિધાઓ સાથેના વિકાસમાં રસ છે.

આગામી રાજનીતિ આ પ્રમાણે જ આકાર લેશે.જે લોકો પાર્ટીમાં જોડાવા માંગતા હોય એ 72-8003-8003 નંબર પર મિસ્કોલ આપીને પાર્ટીમાં જોડાઇ શકે છે.સુરતના વર્તમાન પરિણામોની પેટન અને માઇક્રો પ્લાન પ્રમાણે.

તેમનો ઉત્સાહ વધારવા મનોજ સોરઠીયા ને આપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ કોર કમિટી સભ્ય રામ ધડુક ને સાઉથ ઝોન સંગઠન મંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*